- ગુજરાતમાં થઈ રહ્યો છે બે ઋતુનો અનુભવ
- રાત્રે ઠંડક અને દિવસના ગરમીમાં લોકો શેકાયા
- ઉત્તર ભારતમાં થતી હિમ વર્ષાની અસર સુરત શહેરમાં વર્તાઇ
ઉત્તર ભારતમાં થતી હિમ વર્ષાની અસર સુરત શહેર સહિત ગુજરાતના અન્ય ભાગોમાં પણ જોવા મળતા રાત્રીના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઇને 16.6 ડિગ્રી નોંધાવાની સાથે જ દિવસના 34 ડિગ્રી તાપમાનમાં શેકાતા શહેરીજનોએ વિતેલા 24 કલાકમાં બે ઋતુનો અનુભવ કર્યો હતો.
હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરનું અધિકત્તમ તાપમાન 34.0 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 29 ટકા, હવાનું દબાણ 1011.9 મિલીબાર અને ઉત્તર દિશામાંથી કલાકના 6 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. ગત દિવસોમાં રાત્રીનું તાપમાન 18.8 ડિગ્રીની આજુબાજુ નોંધાતુ હતુ. પરંતુ ઉત્તર ભારતના રાજયોમાં થઇ રહેલી બરફ વર્ષાની અસર સુરત શહેરમાં નોંધાતા બે ડિગ્રી ઘટતા રાત્રીના ઠંડક પ્રસરી હતી.
તો આખો દિવસ સૂર્યદેવતા આકાશમાંથી ચમકતા રહેતા ગરમી પડી હતી. આમ શહેરીજનોએ બે ઋતુ અનુભવી હતી. ઉતર ભારતના રાજયોમાં થઇ રહેલી બરફ વર્ષાની અસર સુરત શહેરના હવામાન પણ નોંધાતા રાત્રીનુ તાપમાન બે ડિગ્રી ઘટયુ છે. રાજ્યમાં હાલ શિયાળાની રૂતુ અંત તરફ આવી ચૂકી છે. ધીમે ધીમે ગરમીઓની શરૂઆત થઈ ચૂકી છે. જેને પગલે