ધોરાજીમાં સૌરાષ્ટ્રમાં પહેલી વખત સ્કીન ડોનેટ કરવામાં આવી
પ્રથમ વખત સ્કીન ડોનેશન અને 40મી વખત ચક્ષુદાન ધોરાજીમાં
સ્વ ચંદુભાઈ ઘાડીયાની સ્કીન ડોનેટ કરાઇ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સૌરાષ્ટ્રમાં પહેલી વખત સ્કીન ડોનેટ કરવામા અને ચાલીસમુ ચક્ષુદાન ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે થયું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજીમા રહેતા સ્વ ચંદુભાઈ ઘાડીયા ઉ 62 નુ અવસાન થયેલ હોય ત્યારે માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર ભાઈ બાબરીયા તથા ધોરાજી હોસ્પિટલ ના ડોક્ટર અધિક્ષક જયેશ વેસેટીયન ના અર્થાત સહયોગ તથા સ્વ ચંદુભાઈ ઘાડીયા ના પરીવાર જનો ની સહમતી થી આજરોજ ધોરાજી અને લગભગ સૌરાષ્ટ્ર મા પહેલી વખત સ્કીન ડોનેટ કરવામા આવેલ આ સ્કીન ડોનેટ માટે રાજકોટ રેડક્રોસ સંસ્થા ની ડોક્ટર ની ટીમ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી હતી
જેમા મૃતક ના પરીવાર જનો તથા ધોરાજી મામલતદાર તથા ધોરાજી સરકારી હોસ્પિટલ ની ટીમ તથા ડોક્ટર અધિક્ષક જયેશ વેસેટીયન તથા ધોરાજી સામાજિક સંસ્થા એવી માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર ભાઈ બાબરીયા ની ઉપસ્થિતિ મા આજરોજ મૃતક ના પરીવાર જનો ની સહમતી થી લગભગ સૌરાષ્ટ્ર મા એ પણ ધોરાજી સરકારી હોસ્પિટલ મા પ્રથમ વખત મૃતક નુ સ્કીન ડોનેટ તથા ધોરાજી સરકારી હોસ્પિટલ મા 40 મુ ચક્ષુદાન થયેલ આમ સૌરાષ્ટ્ર અને એ પણ ધોરાજી મા પ્રથમ વખત સ્કીન ડોનેટ કરવામા આવેલ.