ગુજરાત ટાઇટન્સની જીત પર થશે લાભ
રોપ-વે દ્વારા એક યોજના ક્રિકેટની મેચને લઇને બહાર પાડવામાં આવી છે.
ગિરનાર રોપ-વે દ્વારા આ યોજના 30મી મે 2022થી શરૂ કરવામાં આવશે
જો ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલ ટાઇટલ જીતે તો સ્ટેડિયમાં બેસી મેચ જોનાર વ્યક્તિ મેચની ટિકીટ બતાવશે તો રોપ-વેમાં ફ્રિ સવારી માણી શકશે.આ અંગે ઉષા બ્રેકો કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટ દિપક કપલીસે જણાવ્યું હતું કે,આઇપીએલની ફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઇ રહી છે. ગુજરાત ટાઇટન્સની ટીમ પ્રથમ સિઝનમાં ફાઇનલમાં પહોંચી છે. ત્યારે રોપ-વે દ્વારા એક યોજના ક્રિકેટની મેચને લઇને બહાર પાડવામાં આવી છે.
આ યોજના મુજબ જો ગુજરાત ટાઇટન્સ આઇપીએલ ટાઇટલ જીતે તો જે કોઇ પણ સ્ટેડિયમમાં માન્ય ટિકીટ સાથે બેસી આઇપીએલ જોવા ગયા હશે તે ટિકીટ બતાવશે તો તેમને ગિરનાર રોપ-વે દ્વારા ફ્રિમાં રોપ-વેની સફર કરવાશે.ગિરનાર રોપ-વે દ્વારા આ યોજના 30મી મે 2022થી શરૂ કરવામાં આવશે જે 1 મહિના માટે લાગુ પડશે. એટલે કે સ્ટેડિયમની ટિકીટ ધારક 1 મહિનાની અંદર આ ટિકીટ બતાવી ફ્રિમાં રોપ-વેની સફર માણી શકશે. આમ, ભારતના સૌથી લાંબા ગિરનાર રોપ-વેમાં ફ્રિમાં બેસવાની તક ક્રિકેટ રસિકોને મળશે.