ગુજરાત રાજ્યમાં 1600 કિ.મીનો દરિયા કાંઠો છે. દરિયા કાંઠે વસનાર લોકોને વાવાઝોડા જેવી કુદરતી આપત્તિને લીધે અવાર નવાર નુકસાન વેઠવું પડે છે. વાવાઝોડા જેવી કુદરતી આપત્તિમાં વ્યવસ્થા ઉભી કરવામાં સરકારને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિમાં લોકોને સલામતી જળવાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવે. રાજ્ય સરકારે દરિયા કાંઠે વાવાઝોડા જેવી સ્થિતિમાં લોકોને રહેવા અને જમવા, આરોગ્ય જેવી સુવિધા મળી રહે તે માટે સેલ્ટર હોમ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં સેન્ટર હોમ બાંધકામ કરવાની શરૂઆત કરવામાં આવશે
વિશ્વ બેન્કના સહયોગથી પ્રોજેક્ટ અમલમાં મુકાયો
રાજ્ય સરકારે 11 જિલ્લાઓમાં દરિયાકાંઠે આવેલા 74 ગામોમાં સેલ્ટર હોમ બાંધવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા સત્તા મંડળ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને વિશ્વ બેંકના સહયોગથી નેશનલ સાયક્લોન રિસ્ક મિટીગેશન પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. આ પ્રોજેક્ટ હેઠળ 11 જિલ્લાઓમાં દરિયાકાંઠે અને ત્યાંથી પાંચ કિલોમીટરથી ઓછા અંતરે આવેલા 74 સંવેદનશીલ ગામોની પસંદગી થઈ છે.
એક શેલ્ટર હોમમાં 550 લોકો રહી શકશે
73 ગામોમાં ઉંચાઈ પર આવેલા સ્થળ પર સેલ્ટર હોમ તૈયાર કરવામાં આવશે. જેથી વાવાઝોડા સમયે સેલ્ટર હોમમાં રહેનાર લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. સેલ્ટર હોમ બનાવવા માટે સર્વેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. સર્વે મુજબ 40 ફૂટ કે તેથી વધુ ઊંચાઈ વિસ્તારમાં સેન્ટર હોમ તૈયાર કરવામાં આવશે. આ સેલ્ટર હોમમાં એક સાથે 550 નાગરિકોનો સમાવેશ એવી વ્યવસ્થા કરવામાં આવશે.
મહેસૂલ વિભાગે ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ બુધવારે નવો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. આગોતરી ચેતવણી અને વ્યવસ્થા ઊભી કરવાની સાથે સેલ્ટર હોમ સુધી પહોંચવા માર્ગો બાંધવા તેમજ ગમે તેવી કુદરતી આપત્તિમાં સંપર્ક થઈ શકે તેવી ભૂગર્ભ નેટવર્ક ઊભું કરવાનું ઠરાવમાં જોગવાઈ કરવામાં આવી છે.
સેલ્ટર હોમની દેખરેખ માટે ગ્રામીણ કક્ષાએ સરપંચની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે. બીજી પ્રવૃત્તિઓ માટે પણ સેલ્ટર હોમ ભાડે આપવામાં આવશે. મલ્ટી પર્પઝ સાયકલોન સેન્ટર એમપીએસસીનું સંચાલન ગામના સ્થાનિકો જ કરી શકે તે ઉદ્દેશથી સરપંચના અધ્યક્ષ પદમાં શાળાના આચાર્ય, આયા બહેન, નર્સ, આંગણવાડી કાર્યકર્તા, આપતા મિત્ર, એનસીસી,એનએસએસના સ્વયંસેવકો,સ્થાનિક એનજીઓના પ્રવૃત્તિનીતિ સહિત 15 સભ્યોની કમિટી રહેશે. આ સેલ્ટર હોમનો કુદરતી આપદા સિવાયના સમયમાં શાળા તરીકે ઉપયોગ લગ્ન કે અન્ય કોઈ સ્થાનિક સામાજિક પ્રવૃત્તિઓ માટે પણ ભાડે આપી શકશે જેના દર કમિટી જ નક્કી કરશે. એમપીએસસીની નિભાવની અને જાળવણી માટે રૂપિયા પાંચ લાખનું કોપર્સ પણ સરકાર ફાળવશે
ક્યાં કેટલા સેલ્ટર હોમ બનશે
- ધોલેરા 01
- જાફરાબાદ 02
- જંબુસર 01
- વાગરા 03
- કલ્યાણપુર 3
- ઓખા મંડળ 01
- કોડીનાર 05
- વેરાવળ 3
- સુત્રાપાડા 05
- ઉના 16
- લાલપુર 01
- માળિયા 5
- માંગરોળ 20
- માંડવી 02
- ગાંધીધામ 02
- જલાલપોર 01
- પોરબંદર 04