કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું. તેમણે અમદાવાદમાં રૂ. 154 કરોડના પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક કાર્યક્રમને પણ સંબોધિત કર્યો હતો.
આ દરમિયાન શાહે કહ્યું કે, હું સાંસદ બન્યો તે પહેલા જ મારા (લોકસભા) ગાંધીનગરના મતવિસ્તારનો વિકાસ થયો હતો. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે આપણે દરેક ક્ષેત્રમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. મંત્રીએ કહ્યું કે તમામ સાંસદોએ પોતપોતાના મતવિસ્તારના વિકાસ માટે કામ કરવું જરૂરી છે.
અમદાવાદમાં સાંથલ ખાતે નવો ફ્લાયઓવર એ કાર્યક્રમ દરમિયાન ઉદ્ઘાટન કરાયેલ પ્રોજેક્ટ પૈકીનો એક હતો. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ભાવનગર બાયપાસ (જે એક જ ચોક પરથી પસાર થાય છે) તરફ જતા ટ્રાફિકને કારણે સાંથલમાં સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત શહેરની અવરજવર પણ ભારે છે. જેથી સાંથલ ખાતેનો ફ્લાયઓવર તે પ્રશ્નો હલ કરશે. શાહે આ કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ નાગરિકો માટે એક સ્માર્ટ સ્કૂલ અને તેમના મતવિસ્તારમાં બે પાર્કનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.