GST કરદાતાને રાહત આપતો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો
કરદાતાની ભૂલ હશે તો પણ ITC રિફંડ પરત મળવાપાત્ર હોવાનો HCનો હુકમ
ગુજરાત હાઇકોર્ટની GST અધિકારીઓને ટકોર
GST કરદાતાઓ રિટર્નમાં ભરવામાં ભૂલ કરે તો તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કરદાતા ટેકસ ભરવા માટે પોતાની ITC પણ લઇ શકતા નથી. આવો એક કિસ્સામાં કરદાતાએ GSTR-3બી રિટર્ન ભરવામાં ભૂલ કરતા તેમની ક્રેડિટ બ્લોક કરી દેવામાં આવી હતી. જેના કારણે કરદાતાએ કોર્ટના દ્વાર ખખડાવા હતા.
જેમાં કરદાતાની તરફેણમાં હાઇકોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું કે GSTR-3બી રિટર્ન ભરવામાં ભૂલ થાય તો કરદાતાની ITC બ્લોક ન કરી શકાય. એબીઆઇ ટેકલોનોલોજીએ મદ્રાસ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, જીએસટીઆર 3બી રિટર્ન ભરતી વખતે વેચાણની વિગતો નિકાસમાં બતાવાની જગ્યાએ રેગ્યુલરમાં બતાવી હતી, જેના કારણે કસ્ટમ ડિપાર્ટમેન્ટે કરદાતાને નિકાસનું રિફંડ આપવાની ના પાડી હતી.આ કારણોસર હાઇકોર્ટ દ્વારા કરદાતાની તરફેણમાં ચૂકાદો આપતા જણાવ્યું કે, કરદાતા દ્વારા જીએસટીઆર3બી રિટર્ન ભરવામાં ભૂલ થઇ હોય તો વ્યક્તિની ભૂલ છે. જેને લઇને કરદાતાને મળવા પાત્ર રિફંડની ના પાડી શકાય નહીં.
જો કોઇ રિટર્ન ભરવામાં ભૂલ થઇ હોય તો તેને લઇને સરકાર કરદાતાનું રિફંડ રોકી શકે નહીં અને રિફંડ વ્યાજ સાથે આપવા માટે બંધાયેલી છે. કરદાતાને રોકાયેલું રિફંડ વ્યાજ સાથે પરત મળી શકશે.આ ચુકાદાથી કરદાતાઓને મોટી રાહત થઇ છે અને રોકાયેલું રિફંડ પરત મળશે.