ભગવાન જગ્ગનાથ રથયાત્રાની રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા તડામાર તૈયારીઓ
આગામી 1 જુલાઈએ ભગવાન નીકળશે નગરયાત્રાએ
ગુંડિચા માર્જન વિધીમાં ભક્તોને જોડાવા ચૈતન્ય મહાપ્રભુજીનું આહવાન
આ વર્ષે 1લી જુલાઈ એ અષાઢી બીજ આવે છે. ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ 2003 થી દર વર્ષે ભગવાન શ્રી શ્રી જગન્નાથ, બળદેવ, સુભદ્રા ને નગરચર્યા એ નીકાળવામાં આવે છે અને શહેર ભરમાં રથયાત્રા ફેરવવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે ઇસ્કોન મંદિર દ્વારા શહેરની જગ્યા એ માત્ર મંદિર પરિસર માં જ રથયાત્રા કાઢવામાં આવી હતી. આ વર્ષે કોરોના મહામારી માંથી રાહત મળી છે એટલે ઇસ્કોન મંદિર દ્વારા ફરીથી શહેરભરમાં આ વર્ષે 19મી રથયાત્રા કાઢવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વર્ષે 1લી જુલાઈના ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે.
બપોરે 4 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતેથી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક થઇ કાલાવડ રોડ થઇ એજી ચોક થઇ, સરિતા વિહાર થઇ કટારીયા સર્કલ થઇ ઇસ્કોન મંદિર એ આવશે. રાત્રે 8 વાગે રથયાત્રાના સમાપન બાદ સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.રથયાત્રા પહેલા ભગવાનના મંદિરની સાફ સફાઈ કે જેને ગુંડિચા માર્જન કહેવામાં આવે છે તેનું પણ વિશેષ મહત્વ છે. ભગવાન શ્રી શ્રી રાધા કૃષ્ણના સંયુક્ત અવતાર શ્રી ચૈતન્ય મહાપ્રભુજી એ રથયાત્રાના આગલા દિવસે જગન્નાથ પુરી મંદિરમાં તેમના પાર્ષદો સાથે સફાઈ કરી હતી ત્યારે તેમને કહ્યું હતું કે જેના દ્વારા સફાઈ કરાયેલી ધૂળનો ઢગલો જેટલો વધુ હશે તેટલા પ્રમાણમાં તેના મન માંથી ભૌતિક મલિનતાનો નાશ થશે.
આમ, ગુંડિચા માર્જનના દિવસે મંદિરની સાફ સફાઈનું વિશેષ મહત્વ છે. આ વર્ષે 30 જૂનના રોજ ગુંડિચા માર્જન છે અને સાંજે 4:30 વાગે મંદિરમાં ગુંડિચા માર્જન કરવામાં આવશે માટે જે કોઈ પણ 30 જૂનના ગુંડિચા માર્જનમાં ભગવાનના મંદિરની સાફ સફાઈમાં પોતાનું યોગદાન આપવા ભક્તોને અહવવાહન કરવામાં આવ્યું છે.આમ, રાજકોટ ની ધર્મ પ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતા ને રથયાત્રા અને ગુંડિચા માર્જન માટે તેમજ રથયાત્રા ના દિવસે સાંજે ભંડારા પ્રસાદ નો લાભ લેવા માટે મંદિરે પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે. આપ રથયાત્રા માં ઉપર જણાવેલ માર્ગ માંથી આપના નિવાસ ની નજીક પડતા માર્ગે થી જોડાઈ ને ભગવાન ના દર્શન નો લાભ લેવા નો ભાવ ભર્યું આમંત્રણ છે