એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો હતો.
બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને 1,94,250નો દંડ કરવામાં આવ્યો છે
તા.16-5 થી 22-05 સુધીમાં 1.57 લાખ મુસાફરોએ સિટી બસમાં મુસાફરી કરી
રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકિંગ દરમિયાન ગેરરીતિ આચરનાર 7 કંડક્ટરને ફરજમુક્ત અને 1 ને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ અલગ અલગ કામ કરતી 3 એજન્સીને રૂ.2,91,127નો દંડ ફટકારવામાં આવ્યો હતો.રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા16-5 થી 22-05 સુધીમાં 1,12,700 કિ.મી. ચાલેલી સિટી બસમાં 1.57 લાખ મુસાફરો ફર્યા હતા.
આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ 5,550 કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને 1,94,250નો દંડ કરવામાં આવ્યો છે તો ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને રુા.95,100ની પેનલ્ટી કરાઈ છે.સિટી બસમાં સિક્યુરીટી સંભાળતી એક્સ-મેન તથા રાજ સિક્યુરીટી એજન્સીને રુા.1,777ની પેનલ્ટી કરાઈ છે જયારે ટિકિટ વગર પકડાયેલા 17 મુસાફર પાસેથી રુા.1,870નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ જ રીતે બીઆરટીએસ રુટ પર દોડતી 18 ઇલે. બસમાં અઠવાડિયામાં 1.57 લાખ મુસાફરોએ લાભ લીધો હતો