હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખેડૂતોમાં સારા શિયાળુ પાકની શક્યતા જોવા મળી રહી છે
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલ એક વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય છે. 16 અને 17 તારીખે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. રાહતની વાત એ છે કે નિયત સમય મુજબ ગુજરાતમાં વરસાદની પધરામણી થઈ ચૂકી છે. જો આગાહી મુજબ ગુજરાતમાં સારો વરસાદ વરસે તો પ્રથમ વરસાદે જ ખેડૂતો વાવણી કરી શકશે.આ વર્ષે ચોમાસાના પ્રારંભે ત્રણ તબક્કામાં વાવણી થશે પ્રથમ વાવણી અમરેલી જિલ્લામાં થશે અને આ વર્ષે જામનગર જિલ્લામાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વધારે પડશે
- ગીરસોમનાથ: તાલાળા 2 ઇંચ વરસાદ,ઉના-વેરાવળમાં એક-એક ઇંચ વરસાદ, કોડીનાર,સુત્રાપાડા અને ગીર ગઢડામાં વેરાવળ ધીમીધારે વરસાદ
- અમરેલી: ના ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તાર, સુખપુર, દુધાળા, ગઢીયા, ચાવંડ, બોરડીમાં વરસાદ, મિતયાળા નદીમાં નવા નીરની આવક , ખાંભા ગીર પંથકના ભાવરડી, ખડાધાર, દાઢીયાળી સહિતના વિસ્તારમાં વરસાદ
- ખેડા: મહેમદાવાદમાં વરસ્યો વરસાદ
- આણંદ: શહેરમાં ગાજવીજ અને પવન સાથે વરસ્યો વરસાદ
- ભાવનગર: માઢીયા, સિહોર, ઉમરાળા, વલ્લભીપુરમાં વરસાદ
- ભાવનગર: કાળવીબીડ, ડેરી રોડ, વઘાવકળી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ
- રાજકોટ: ઉપલેટા તાલુકાના ગ્રામ્ય પંથક, પાનેલી ખાખીજાળીયા ઢાંક સેવત્રા સહિત, ગોંડલ, ભરુડી, બિલયાળા, ભુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આગાહીકારોના મતે ચોમાસુ માધ્યમ અને વર્ષ 12 આની રહેશે જોકે ખેડૂતોમાં સારા શિયાળુ પાકની શક્યતા જોવા મળી રહી છે આ વર્ષથી કૃષિ યુનિવર્સીટીએ ક્યાં અગાહીકારની આગાહી ગત વર્ષમાં સત્યની નજીક રહી તે અંગેની જાણકારી આપવામાં આવી નથી પરંતુ પ્રાચીન વર્ષા વિજ્ઞાન લોકો માટે ઉત્સુકતા જગાડનાર અને આયોજનમાં મદદગાર હોવાનું માનવામાં આવે છેઆ ચોમાસુ માધ્યમ રહેશે આગામી તા 8 થી વરસાદી માહોલ જોવા મળશે અને આ વરસાદ ખુબ સારા પ્રમાણમાં વર્ષે તેવી શક્યતા છે બીજી સિસ્ટમ તા 7 જુલાઈ પછી જહુબા સારો વરસાદ લાવશે જોકે આગતર ચોમાસુ સારું પણ પાછળના દિવસોમાં વરસાદ ઓછો પડશે તેવી શક્યતા છે