વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા છે અને હવે તેઓ મૃતકોના પરિવારજનોને મળશે. ઉલ્લેખનીય છે કે, શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને રાજ્ય હચમચી ગયું છે. આ હોનારતમાં 135 લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. તેવામાં PM મોદીએ આજના બપોર બાદના પોતાના કાર્યક્રમ રદ કરી મોરબીની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં PM મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.આ દરમિયાન હવાઈ નિરીક્ષણ કરી સમગ્ર ઘટનાથી વાંકેફ કરવામાં માટે ફોટો થકી માહિતીનો પ્રયાસ કરી સમીક્ષા કરશે. ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્તો અને મૃતકોના પરિજનો સાથે વડાપ્રધાને મુલાકાત કરશે અને મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી સાંત્વના પાઠશે. આ સાથે જ મોરબીમાં ત્રણ કલાક રોકાશે.વધુમાં મોરબી SP ઓફિસે મહત્વની બેઠકનું પણ આયોજન કરશે.
ઝૂલતા પુલનો ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો.
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો.