આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખ જાહેર થવાની છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસમાં વધારો થયો છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે બીજા દિવસે પ્રધાનમંત્રી મોદી તાપી જિલ્લાની મુલાકાતે છે. તાપીના ગુણસદા ખાતેથી પ્રધાનમંત્રી 2 હજાર 100 કરોડ કરતા વધુના રૂપિયાનું લોકાર્પણ અને ખાતમહૂર્ત કર્યું હતું. ગુજરાત પાણી પુરવઠા વિભાગના 3 કામોનું ખાતમુહૂર્ત, નર્મદાનું 1 અને તાપી જિલ્લાના 3 કામોનું ખાતમુહૂર્ત, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 6 કામોનું ખાતમુહૂર્ત તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 5 કામોનું લોકાર્પણ કર્યું છે.
વડાપ્રધાન દરિયાઈપટ્ટી પરના કોસ્ટલ હાઈવેના સુધારણા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિમીથી વધુના હાઇવેને આવરી લેવામાં આવશે. દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં તેઓ પાણી પુરવઠાની યોજનાઓ તેમજ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું.
સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડતા રોડને પહોળો કરીને ત્યાં જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પરિવહન અને પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવતા પ્રવાસીઓને વધુ સવલતો મળશે અને સ્થાનિક રોજગારીમાં વધારો થશે. કુલ 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
તાપી તથા નર્મદા જિલ્લામાં ₹302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત થયું છે. તે સિવાય સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું છે. જ્યારે 5 કામગીરીનું લોકાર્પણ થયું છે. અન્ય એક મહત્વપૂર્ણ વિકાસકાર્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે .કુલ ₹1669 કરોડના ખર્ચે આ સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
તાપીમાં PM મોદીનું સંબોધન
• મેં ગઇકાલે અને આજે જેટલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા અને તેમાં જેટલા પૈસા વપરાયા તેનો સરવાળો કરો તો ગુજરાતનું 12 મહિનાનું બજેટ નથી જેટલું તો મારા એક પ્રવાસમાં અપાઈ ગયા છે
• હું જ્યારે આદિવાસી સમાજની પાઘડી પહેરું તો કોંગ્રેસ તેની મજાક ઉડાવે છે, આદિવાસી પરંપરાની ઠેકડી ઉડાવે છે પણ યાદ રાખજો, મારો આદિવાસી હિસાબ ચૂકતે કરશે: