ગુજરાતના ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ મેયરોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, તમે તમારા શહેરમાં એવું કામ કરો કે આવનારી પેઢી તમને યાદ કરે. ર્ટીનો હેતુ સમજાવતા પીએમ મોદીએ મેયરોને કહ્યું, ‘અમારું કામ જનતાની સેવા કરવાનું છે અને સત્તા તેનું માધ્યમ છે. અમે રાજનીતિમાં માત્ર સિંહાસન પર બેસવા માટે નથી આવ્યા, અમે સત્તા પર બેસવા નથી આવ્યા, સત્તા એ અમારા માટે જનતાની સેના કરવા માટેનું માધ્યમ છે. તેમણે વધુમાં કહ્યું કે, “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. ભાજપ દ્વારા અપનાવવામાં આવેલી આ વૈચારિક પદ્ધતિને કારણે અમારું મોડેલ અન્ય લોકોથી અલગ છે.”
પીએમે વધુમાં કહ્યું, “દેશની જનતા ભાજપ પર વિશ્વાસ કરે છે. જમીની સ્તરેથી કામ કરવાની તમામ મેયરોની જવાબદારી છે. વધુ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને વિકાસનું આયોજન સારી રીતે થવું જોઈએ.” આ દરમિયાન પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, સરદાર પટેલે મેયર તરીકે તેમની સફરની શરૂઆત કરી હતી. અમે વધુ સારા ભારત માટે તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલીશું અને તેના વિકાસ માટે કામ કરીશું. તેમણે તમામ મેયરોને સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસને અનુસરવા જણાવ્યું હતું.
પીએમએ વધુમાં કહ્યું કે ટાયર 2 અને ટાયર 3 શહેરો હવે આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યા છે. આપણે તે વિસ્તારોમાં ઉદ્યોગ ક્લસ્ટર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નાના વિક્રેતાઓને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવા માટે તાલીમ આપવી જોઈએ. તેની ખાતરી કરવા માટે મેયરોએ પહેલ કરવી જોઈએ.