વડોદરા ગેસ અને CNG ગેસના ભાવમાં વધારો થયો છે. જેમાં ગેસ અને CNG ગેસના ભાવમાં રૂ.3 વધારો ઝીંક્યો છે. કેન્દ્ર સરકારે કરેલા નેચરલ ગેસમાં ભાવ વધારાની અસર જોવા મળી છે. તેમાં અદાણી ગેસનો ભાવ રૂ.81.15થી વધીને રૂ.84.15 થયો છે. જેમાં VGLનો ભાવ રૂ.82થી વધીને રૂ.85એ પહોંચ્યો છે.
અદાણી ગેસ કરતા પણ વડોદરા ગેસના ભાવ વધારે થયા છે. તેમજ સપ્ટેમ્બર મહિનામાં દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે સારા ચોમાસા પછી ઉપયોગી ચીજોની માંગમાં ધરખમ વધારો થયો છે. આર્થિક પ્રવૃત્તિમાં તેમજ વેપાર ઉદ્યોગ ધંધામાં તેજીનો સળવળાટ થયો છે આને કારણે દેશમાં બંને પેટ્રો પેદાશોની માંગ અને વપરાશમાં વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં પેટ્રોલનું વેચાણ 13.2 ટકા વધીને 2.65 મિલિયન ટન થયું છે.
જે સપ્ટેમ્બર 2020માં કોરોનાની મહામારી વખતે થયેલા પેટ્રોલનાં વેચાણ કરતા 20.7 ટકાનો અને કોરોના પહેલાની સ્થિતિ કરતા 23.3 ટકાનો વધારો દર્શાવે છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલનું વેચાણ 2.34 મિલિયન ટન હતું. જો કે પેટ્રોલની માંગ ગયા મહિને ઓગસ્ટ કરતા 1.9 ટકા ઓછી રહી છે.
સપ્ટેમ્બરમાં ડીઝલની માંગમાં 22.6 ટકાનો ઉછાળો આવ્યો છે અને 5.99 મિલિયન ટન ડીઝલનું વેચાણ થયું છે. સપ્ટેમ્બર 2020 કરતા ડીઝલની વપરાશ 23.7 ટકા અને કોરોના પહેલાનાં ગાળા કરતા 15 ટકા વધી છે. સપ્ટેમ્બરમાં માંગ 5,44,700 ટન રહી હતી. જે સપ્ટેમ્બર 2020 કરતા 81.3 ટકાનો વધારો દર્શાવે છે. જો કે કોરોના પહેલાની સપ્ટેમ્બર 2019ની સ્થિતિ કરતા તે 12 ટકાનો ઘટાડો દર્શાવે છે. સપ્ટેમ્બરમાં રાંધણ ગેસનું વેચાણ પણ 5.4 ટકા વધીને વાર્ષિક ધોરણે 2.48 મિલિયન ટન થયું છે.