વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફરી એક મોટું ઉદાહરણ રજૂ કર્યું. તેઓ ગુરુવારે ગુજરાતની રાજધાની અમદાવાદમાં મેગા રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી એક એમ્બ્યુલન્સ આવતાં તેમણે તેમના કાફલાને અટકાવ્યો હતો. પીએમ મોદીએ અમદાવાદમાં 30 કિલોમીટરથી વધુનો રોડ શો કર્યો હતો. આ રોડ શો નરોડા ગામથી શરૂ થયો હતો.
સાંજે લગભગ 5.20 કલાકે શરૂ થયેલા રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ રોડની બંને બાજુએ ફૂલોની વર્ષા કરીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. વિશેષ રીતે તૈયાર કરાયેલા વાહન પર ઊભા રહીને વડાપ્રધાને ભીડ તરફ હાથ લહેરાવ્યો અને તેમનું અભિવાદન કર્યું. ભાજપે જણાવ્યું હતું કે રોડ શો અમદાવાદના પૂર્વ ભાગમાંથી પસાર થયો હતો અને શહેરના પશ્ચિમ ભાગમાં ચાંદખેડા વિસ્તારમાં આઇઓસી સર્કલ પર સમાપ્ત થયો હતો.
#WATCH | Prime Minister Narendra Modi stopped his convoy to give way to an ambulance during his massive roadshow in Gujarat's Ahmedabad.
(Source: DD) pic.twitter.com/3GJBuCDqFN
— ANI (@ANI) December 1, 2022
આ સ્થળોએથી રોડ શો
આ રોડ શો શહેરના હીરાવાડી, હાટકેશ્વર, મણિનગર, દાણીલીમડા, જીવરાજ પાર્ક, ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયો હતો. જે મુજબ અમદાવાદ શહેરની સાથે ગાંધીનગર-દક્ષિણની 13 વિધાનસભા બેઠકોનો સમાવેશ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુરુવારે 89 બેઠકો માટે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં બાકીની 93 બેઠકો માટે મતદાન થશે.