PM મોદીએ ગુજરાતને ‘વંદે ભારત એક્સપ્રેસ’ અને ‘મેટ્રો ટ્રેન’ની ભેટ અર્પણ કર્યા બાદ તેઓએ થલતેજ ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. બાદમાં તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. ત્યારે PM મોદીએ ઍમ્બ્યુલન્સને જગ્યા આપવા માટે પોતાનો ગાડીઓનો કાફલો રોકી દીધો હતો. જેની હાલ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રશંસા થઇ રહી છે.
તમને જણાવી દઇએ કે, હાલમાં PM નરેન્દ્ર મોદી રાજભવન ખાતે પહોંચી ગયા છે. જ્યાં તેઓની સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં છે. જ્યાં તેઓ પક્ષના આગામી કાર્યક્રમ અને વિપક્ષ સામે રણનીતિ સહિતના મુદ્દે ચર્ચા કરવાની શક્યતા સેવવામાં આવી રહી છે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi, en route from Ahmedabad to Gandhinagar, stopped his convoy to give way to an ambulance pic.twitter.com/yY16G0UYjJ
— ANI (@ANI) September 30, 2022
નોંધનીય છે કે વર્ષ 2017માં પણ ગાંધીનગરમાં જ PM મોદીએ ઍમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે કાફલો રોકાવ્યો હતો જે બાદ સોશ્યલ મીડિયા પર VIP કલ્ચરને લઈને યુવાઓએ તેમના ખૂબ વખાણ કર્યા હતા.