ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે પીએમ મોદી બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી 19 નવેમ્બરનાં રોજ બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસમાં તે પહેલા તબક્કામાં આવતા સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં જન રેલી સંબોધશે. આપને જણાવી એ કે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં પહેલા તબક્કાનું મતદાન પહેલી અને બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરનાં રોજ થવાનું છે.
ગુજરાત ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન મોદી 19 નવેમ્બરે વાપીમાં રોડ શો કરશે. આ ઉપરાંત વલસાડમાં જનસભાને સંબોધન કરશે. આ સાથે 20 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદી ચાર જનસભાને સંબોધશે. PM મોદી સૌરાષ્ટ્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જનસભાને સંબોધશે.
ભાજપે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ આપી છે. જેમાં કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, ભગવાન બારડને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. તે જ રીતે જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં પણ નવા ચહેરાઓ અને ખાસ સંઘ સાથે કનેકશન ધરાવતા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાની કુલ 8 બેઠકમાંથી 7 બેઠકના ઉમેદવારોના નામ પર સત્તાવાર મહોર લગાવી દેવામાં આવી છે. જ્યારે ધોરાજી બેઠક ઉપર કોને ટિકિટ આપવામાં આવે છે તે અંગે અવઢવ જામી છે.
રાજકોટની ચાર બેઠકો પર ધુરંધરોનું લોબિંગ ચાલ્યું છે, આ સાથે જ રાજકોટની ચાર બેઠકોમાં ધુરધરોનું લો્બિંગ ચાલ્યું છે. તેઓની મહેનત રંગ લાવી હોય તેમ રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડ માટે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા અને રાજકોટના એક પૂર્વ ધારાસભ્યએ લો્બિંગ કર્યું હતું. જેને લઇને ઉદય કાનગડને ટિકિટ મળી છે.
રાજકોટ પશ્ચિમ બેઠકમાં વિજય રૂપાણીનું આંતરિક લો્બિંગ ચાલ્યું છે. આ પશ્ચિમ બેઠક પર જૈન સમાજના ઉમેદવાર ડો. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. ડો.દર્શિતા શાહને સંધ અને એક્ટિવ પોલિટિક્સ તેમજ વિજય રૂપાણીનું આંતરિક લો્બિંગ ટિકિટ માટે ચાલ્યું છે.