સુરતમાં મેહુલ બોધરા પર જીવલેણ હુમલા કેસના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં વધુ એક હુમલાની ઘટના ઘટી છે. સુરતમાં પાસ કન્વિનર અલ્પેશ કથીરિયા પર હુમલો કરવામાં આવ્યો છે.
પ્રાથમિક વિગત અનુસાર કાપોદરા વિસ્તારમાં પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાને વાહન અથડાવવા બાબતે રકઝક થઈ હતી. જે બાદ તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. અલ્પેશ કથીરિયાને માર પણ મારવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત હાલતમાં કથીરિયાને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. વીડીયોમાં અલ્પેશ કથીરિયા પણ ધોકું લઈને જોવા મળ્યા હતા. રસ્તા વચ્ચે માથાકૂટ થતાં ટ્રાફિક જામ સર્જાયા હતા.
અલ્પેશ કથીરિયાને માર મારતા કોપાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક ઘટના અંગે તપાસ આદરી દીધી છે. અલ્પેશ કથીરિયા પર હુમલાના સમાચાર મળતા સમાજ બંધુઓ તેમજ સમર્થકો હોસ્પિટલ એકઠા થવા લાગ્યા છે.