કચ્છના મુન્દ્રામાં રહેતા અને ડોક યાર્ડમાં કામ કરતાં આઈ.એસ.આઈ. એજન્ટ રઝાક કુંભારને જાસૂસી કેસમાં લખનઉની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યો છે.
ઓગસ્ટ 2020માં એનઆઇએએ મુન્દ્રા પાસે કુંભારવાસમાંથી રઝાક સુમારભાઈ કુંભારની ધરપકડ કરી હતી. મુન્દ્રા ડોકયાર્ડમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા રઝાકે સંવેદનશીલ વિસ્તારોના ફોટોગ્રાફ્સ મુળ લખનૌના રશીદ ઈદરીશભાઈ ચુરહાટને મોકલ્યા હતા.
પાકિસ્તાનની મુલાકાત લઇ આવેલા રશીદે કચ્છથી રઝાકે મોકલેલા ફોટોગ્રાફ પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇ.એસ.આઇ. ને મોકલ્યા હતા. આતંકવાદી કાવતરૂ ધડવાની અને આઇએસઆઇ એજન્ટ હોવાની કબુલાત રઝાકે કોર્ટમાં કરી લીધી છે. જાસુસીના આરોપસર રઝાક કુંભારને કોર્ટે દોષિત ઠેરવી છ વર્ષની સજા ફટકારી છે.