ચોમાસાને લઇને હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં 1 અને 2 જૂન ગરમીમાં થશે વધારો
બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે
રાજ્યમાં છેલ્લાં 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ પણ ચોમાસાને લઇને સતત આગાહી કરી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઇને આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે કેરળમાં વરસાદ વરસી શકે છે. તો ગુજરાતમાં 1 અને 2 જૂનના રોજ ગરમીમાં વધારો થશે. રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી અસર નહિવત જોવા મળી રહી છે. પરંતુ રાજ્યમાં બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.જ્યમાં છેલ્લાં 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ પણ ચોમાસાને લઇને સતત આગાહી કરી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઇને આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે કેરળમાં વરસાદ વરસી શકે છે. તો ગુજરાતમાં 1 અને 2 જૂનના રોજ ગરમીમાં વધારો થશે. રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી અસર નહિવત જોવા મળી રહી છે. પરંતુ રાજ્યમાં બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
કેરળમાં ચાલુ સાલ ચોમાસુ વહેલું બેસી ગયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ચોમાસાના આગમનના એંધાણરૂપ પવનો અને ભેજયુક્ત હવા સહિતની અસરો સૌરાષ્ટ્રમાં પણ દેખાવા લાગી છે અને તેજ પવન ત્રાટકવા લાગ્યા છે. આથી આકરા તપમાંથી રાહત પણ મળી છે પરતું બફારામાં વધારો થયો છે. તો પોરબંદરનો દરિયો રફ બન્યાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગ વિભાગની આગાહી મુજબ આગામી 5 દિન સુધી ભારે પવન ફૂંકાશે. 40 થી 60 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે. આથી પોરબંદરના માછીમારોની સલામતીને ધ્યાને લઈને આગામી તા. 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવાનાં દબાણવાળા પટ્ટાને લઈને પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા દરિયો નહીં ખેડવા સાવધ કરવા સૂચના જારી કરાઇ છે. ત્યારબાદ માછી મારી અર્થે ગયેલી બોટોને પરત લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી માછીમાર એસોસિએશન સાથે સંપર્ક સાથી કરાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.