• સુરતમાં મહિલા પર સામૂહિક દુષકર્મ
• સુરતના ઉમરા વિસ્તારની ઘટના
• મહિલાના મિત્રનું જ કારસ્તાન
ફરી એકવાર સુરતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઉમરા વિસ્તારમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચારવાની ઘટના પ્રકાશમાં આવી છે. પીડિત મહિલાના મિત્ર જયંતે મહિલાને અન્ય 2 મિત્રોને સોંપી હતી. જે બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતાનો મિત્ર જયંત એક મહિના પહેલાં મહિલાના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ જયંતે મહિલા સાથેની અંગતપળનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોના આધારે ત્રણેય આરોપીએ દુષ્કર્મ આચર્યું છે.જે બાદ પીડિતા મીડિયા સામે આવી છે. પીડિતાએ જણાવ્યું કે, જયંતે લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ જયંતના 2 મિત્રોએ પણ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ 5 દિવસ સુધી ફરિયાદ દાખલ કરી નહોતી.
જો કે, વકીલ અને સામાજિક આગેવાનો વચ્ચે પડતા પોલીસે ફરિયાદ નોંધીને 2 આરોપીની ધરપકડ કરી છે.કેમેરા સમક્ષ પોતાની વેદના ઠાલવી રહેલી આ મહિલા છે ગેંગરેપની પીડિતા. મહિલા ફૂટપાથ પર માસ્ક વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ સમયે એક જયેશ નામના યુવક સાથે તેનો પરિચય થયો અને મિત્રતા થઈ હતી. પીડિતા ત્યકતા હતી અને પોતાના સાત વર્ષના પુત્રને પિતાનો પ્રેમ મળે તે આશયથી જયેશ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી. પરંતુ જયેશએ માત્ર પોતાની વાસના સંતોષીનને પીડિતાને નશો કરાવી અશ્લીલ વીડિયો ઉતારી બ્લેકમેલ કરતો હતો. એટલું જ ન જયેશ એ તેના મિત્રો યોગી પવાર અને ધ્રુવ સાથે મળીને પીડિતા પર ગેંગ રેપ કર્યો હતો.