ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે 1501 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવાઈ છે
ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 1427 હેક્ટર જમીનની ફાળવણી કરી છે
ધોલેરા ગુજરાત રાજ્યનું સૌથી મોટું વિમાનમથક બનશે
ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે 1501 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવાઈ છે. તેમણે કહ્યું કે ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની તેનું બાંધકામ પૂર્ણ કરશે. ધોલેરા ઈન્ટરનેશનલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાનો 51 ટકા, ગુજરાત સરકારનો 33 ટકા અને નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઈમ્પ્લીમેન્ટશન ટ્રસ્ટની 16 ટકા જવાબદારી રહેશે.અમદાવાદથી 80 કિલોમીટર દૂર અને ધોલેરાથી 20 કિલોમીટર દૂર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવનાર છે.
જે માટે પ્રથમ તબક્કાના ડેવલપમેન્ટની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ હોવાનુ વિધાનસભામાં સરકારે જણાવ્યું છે. વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણના પ્રશ્ન કર્યો હતો કે ધોલેરા એરપોર્ટનું કામ કેટલે પહોંચ્યુ, તેના જવાબમાં સરકારે આ વાત જણાવી હતી. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 1427 હેક્ટર જમીનની ફાળવણી કરી છે અને 75 હેક્ટર જમીન સરકારને વેપારી વિકાસ માટે ફાળવવામાં આવી છે. તેમજ અન્ય તમામ સંબંધિત આનુષંગિક સેવાઓ સરકાર દ્વારા વિજળી, પાણી, પૂર નિયંત્રણ અને રસ્તાઓ જેવી કે વિકસિત કરવામાં આવશે.
ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર IAS હરીત શુક્લાએ જણાવ્યું હતું કે અદ્યતન આંતરરાષ્ટ્રીય હવાઇમથકની સાથે – ધોલેરા ગુજરાત રાજ્યનું સૌથી મોટું વિમાનમથક બનશે અને એમઆરઓ, ડિફેન્સ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝને પણ વેગ મળશે. સૂચિત વિમાનમથક નજીકના શહેરો જેવા વડોદરા, રાજકોટ, ભાવનગર, નડિયાદ અને આણંદથી વધતા જતા ટ્રાફિકને પણ નિયંત્રિત કરશે. સેવાઓ અને માળખાગત સુવિધાવાળામાં આ એરપોર્ટ શ્રેષ્ઠ રહેશે.