રાજ્યમાં અત્યારે ઠેર-ઠેર વરસાદ થઈ રહ્યો છે. અમરેલી, ડાંગ, સાપુતારા અને સુરતમાં પણ વરસાદ થઈ રહ્યો છે. ઉગતા શિયાળામાં વરસાદ થવાથી પાકને મોટા પ્રમાણમાં નુકશાન થઈ શકે છે. કારણ કે, શિયાળામાં વરસાદ થવાથી ખેતરમાં ઊભા પાકને નુકશાન થાય છે. ત્યારે રાજુલા તાલુકાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો. રાજુલા પંથકમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદનું આગમન થયું છે. રાજુલાના બાબરીયા, અંમૂલી, અખેગઢ અને વાવેરા સહિતના આસપાસના ગામોમાં વરસાદ શરુ થયો છે.
કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના કપાસ મગફળી સહિતના પાકને નુકશાન જવાની ભીતિ સર્જાઈ રહી છે. ખેડૂતોની ખેતરમાં કાઢેલી મગફળીના પાથરા વરસાદના કારણે પલળવા લાગ્યા છે. જેથી જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં થયો વધારો છે. કારણ કે, પાક લણવાના સમયે વરસાદ પાકને બકબાદ કરી શકે છે.
આ સાથે જ ડાંગ જિલ્લાના સાપુતારામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. ગિરિમથક સાપુતારામા પણ ધોધમાર વરસાદ શરુ થયો હતો. છોતરા વરસાદને પગલે ડાંગર, નાગલી અને વરાઈ જેવા પાકોમાં નુકશાનની ભીતિ સર્જાઈ રહી છે. વગર માસમે ધોધમાર વરસાદ થતા ધરતી પુત્રોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે. વરસતા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પણ સાથે સાથે ખેડુતોના પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. રાજ્યમાં જ્યારે ઠેર-ઠેર વગસાદી માવઠા થઈ રહ્યા છે, ત્યારે સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદની ધીમી ધારે એન્ટ્રી થઈ છે.
વરસાદને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરવા પામી છે. તો બીજી તરફ વરસાદને લઇને ડાંગરના પાકને નુકસાનીની ભીતી ખેડુતોમાં સેવાઈ રહી છે.. સુરત સતત ત્રીજા દિવસે પણ વરસાદ થતા શહેરીજનો પરેશાન જોવા મળ્યા છે. સુરતમાં વરસાદે ધીરી ધારે ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ કરી છે. ઉલ્લેખનીય છે કે, વરસાદ લઇને સુરતના વાતાવરણ ઠડક પ્રસરી છે, પણ સાથે સાથે વરસાદ લઇને ડાંગર પાકને નુકસાન થવાની પણ ભીતિ પણ ખેડુતોમાં સેવાઈ રહી છે.