વડોદરામાં વડાપ્રધાનનો રોડ શૉ
એરપોર્ટ સંકલ્પ ચાર રસ્તા થી આજવા રોડ લેપ્રેસી મેદાન સુધીનો રોડ શો
2.5 લાખ લોકો ઉભા રહી અભિવાદન કરી શકે
વડોદરામાં વડાપ્રધાનનો 5 લાખની મેદની વચ્ચે 5 કિલોમીટરનો રોડ શૉ થશે. ગુજરાતમાં અમદાવદામાં રોડ શો બાદ આ બીજો ભવ્ય રોડ શો યોજાયો હતો. એરપોર્ટ સંકલ્પ ચાર રસ્તા થી આજવા રોડ લેપ્રેસી મેદાન સુધીનો રોડ શો તેઓ કરશે. બે લાખ લોકો શહેરના તેમજ અન્ય લોકો જિલ્લામાંથી 3 લાખ લોકો આવશે.રોડ સોના રૂટ પર અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવા રૂટ પર પાલિકાના શાસકો અધિકારીઓ નિરીક્ષણ અત્યારથી જ કરી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં પ્રધાનમંત્રીનો રોડ શો જનમેદની વચ્ચે જોવા મળશે. રોડની બન્ને સાઈડ માં 2.5 લાખ લોકો ઉભા રહી અભિવાદન કરી શકે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેર અને જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં ભાગ લેશે વડાપ્રધાન એરપોર્ટ સર્કલ પરથી જ નીકળશે ત્યાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ખાસ કરીને અગાઉ રૂટ બદલી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂનના રોજ વડોદરા આવી રહ્યા છે. જેની પૂર ઝડપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એરપોર્ટ થી વીઆઇપી રોડ સરદાર એસ્ટેટ આજવા રોડ અને લેપ્રેસી ગ્રાઉન્ડ સુધીનો રોડ શો થવાનો હતો પરંતુ આજે અધિકારીઓ અને ભાજપના નેતાઓ વિઝીટ કરી આ રૂટમાં ફેરફાર કર્યો છે આ રોડ શો કેન્સલ કરી સંકલ્પ ચાર રસ્તા તરફ જાય છે એરપોર્ટ થી સંકલ્પ ચાર રસ્તા અને મહાવીર હોલ આજવા રોડ થઈ લેપ્રસી ગ્રાઉન્ડ સુધીનો 5.5 કિલોમીટર લાંબો રોડ શો યોજવામાં આવશે.