ગુજરાતના વિધાર્થીઓ કશ્મીર યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જશે
ગુજરાત યુનિવર્સીટી અને કાશ્મીર યુનિવર્સીટીની વચ્ચે mou કરાયા છે
વિધાર્થીઓ માટે લોજિંગ, બોર્ડિંગ અને ફૂડ બધી વ્યવસ્થા યુનિવર્સિટી કરશે.
ઘરતી પરનું સ્વર્ગ કહેવાતા કશ્મીરની સંસ્કૃતિનો અભ્યાસ કરવા ગુજરાતના વિધાર્થીઓ કશ્મીર યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જશે. જેને લઈને બન્ને યુનિવર્સિટીઓ વચ્ચે MOU થયા છે. સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત બંને યુનિવર્સિટીના વિધાર્થીઓ શિક્ષણ, કલચરલ, વ્યાપાર, રીસર્ચ સહિતના સબ્જેક્ટ પર અભ્યાસ કરશે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી દ્વારા અલગ અલગ રાજ્યો અને દેશના કોલેજો વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે mou થતા હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી માટે અને કશ્મીર યુનિવર્સિટી માટે ઐતિહાસિક દિવસ બની ગયો કારણ કે, બંને યુનિવર્સિટીઓ વચ્ચે MOU થયા છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનીબિલિટી – ગુજરાત યુનિવર્સીટી અને કાશ્મીર યુનિવર્સીટીની વચ્ચે mou કરાયા છે.
કાશ્મીર યુનિવર્સીટીના ગાંધી ભવનમાં યુનિ.ના વીસી લોફર ખાન દ્વારા ગુજ યુનિ સાથે mou કરાયા. ગુજ યુનિના vc ડો.હિમાંશુ પંડ્યા વર્ચ્યુલી જોડાઈને આ mou સાઈન કર્યા. જે અંતર્ગત ફેકલ્ટી એક્સચેન્જ, પ્રપોઝડ ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામમાં શિક્ષણ, કલચરલ, વ્યાપાર, રીસર્ચનો લાભ વિધાર્થીઓને મળશે.જે માટે લોજિંગ, બોર્ડિંગ અને ફૂડ બધી વ્યવસ્થા યુનિવર્સિટી કરશે. કાશ્મીર યુનિ. વાઇસ ચાન્સેલર પ્રો. નીલોફર ખાને જણાવ્યું કે, આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને નવું શીખવા મળશે, ભણવા મળશે. સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત યુનિના વિદ્યાર્થીઓ કાશ્મીર યુનિ ખાતે ભણવા આવી શકે છે, શીખવા આવી શકશે અને કાશ્મીરના વિદ્યાર્થીઓ પણ ગુજ યુનિના અલગ અલગ ખાસ કોર્સ કરી શકશે.