જન્મ પ્રમાણપત્રમાં સુધારા અંગે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું, ‘આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકોર્ડમાં નોંધાયેલી જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય રહેશે નહીં.’ જન્મ પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ જ સાચી તારીખ ગણાશે, જન્મ અને મૃત્યુ નોંધણી રજિસ્ટરમાં નોંધાયેલ તારીખ જ માન્ય તારીખ ગણાશે.
ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ, જન્મ અને મૃત્યુ નોંધણી રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણવામાં આવશે. અન્ય પુરાવાઓમાં દર્શાવેલ તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવે છે, પરંતુ હોસ્પિટલના રેકોર્ડ મુજબ જન્મ નોંધણીમાં નોંધાયેલી તારીખને સાચી તારીખ ગણી શકાય. જોકે, આ પણ સાચું છે. ફક્ત હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણવામાં આવે છે. અન્ય દસ્તાવેજોમાં સુધારા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે જન્મ પ્રમાણપત્રમાં તારીખ સુધારવા માટેની અરજીને ફગાવી દેતા હાઇકોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ નિર્ણયમાં જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રારની જન્મ તારીખ સુધારવાની સત્તાનું પણ અવલોકન કરવામાં આવ્યું હતું.