અમદાવાદના મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની ક્રિકેટ મેચના બે દિવસ પહેલા BCCIને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ધમકીભર્યો મેઈલ મોકલનાર આરોપીની પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચે ઈમેલ મોકલનાર રાજકોટના કિશન નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ધમકીભર્યો ઈમેલ બે દિવસ પહેલા મોકલવામાં આવ્યો હતો. જેમાં લોરેન્સ બિશ્નોઈને આ ઈ-મેલ દ્વારા જેલમાંથી છોડાવવાની ધમકી આપવામાં આવી હતી.
જો કે આજથી અમદાવાદમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. અમદાવાદ પોલીસ પહેલેથી જ તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.
અમદાવાદના મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ક્રિકેટ મેચને લઈને બે દિવસ પહેલા BCCIને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેલ મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચે તુરંત જ આરોપીને શોધવાનું શરૂ કર્યું હતું. રાજકોટથી ધમકીભર્યો મેઈલ મોકલનાર આરોપીને પોલીસે પકડી લીધો છે.