શાર્પ શૂટર સંતોષ જાધવની કચ્છમાંથી પુણે પોલીસે કરી ધરપકડ
સિદ્ધુ મૂસેવાલાની હત્યાના રહસ્યો ઉકેલાશે
જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાકાંડમાં શામેલ સંદિગ્ધ શાર્પ શૂટર સંતોષ જાધવની પોલીસને તપાસ હતી, તેને પુણે ગ્રામ્ય પોલીસે દબોચી લીધો છે, પોલીસે સંતોષ જાધવના સાથી નાગનાથ સૂર્યવંશીને પણ દબોચી લીધો છે. બિશ્નોઈ ગેંગના શૂટરની કચ્છ જિલ્લામાંથી ધરપકડ કરી છે. મળતા અહવાલ પ્રમાણે મોડી રાત્રિએ જ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા, અને 20 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે.પુણેના રહેવાસી સંતોષ જાધવની સામે જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. તાજેતરમાં પોલીસ અધિક્ષક (પુણે જિલ્લા) અભિનવ દેશમુખે સંતોષ જાધવ વિશે કહ્યું હતું કે તેમને પણ મીડિયા અહેવાલોથી મૂઝવાલા હત્યામાં જાધવની કથિત સંડોવણી વિશે જાણ થઈ હતી.
એસપીએ કહ્યું કે જાધવ મંચર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા અને હત્યાના પ્રયાસ સહિત ચાર કેસમાં વોન્ટેડ આરોપી છે. સંતોષ જાધવ વિશે માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2021માં મંચરમાં નોંધાયેલા હત્યા કેસમાં તેનું નામ સામે આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો. જ્યારે એક કેસમાં સંતોષ જાધવ સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) પણ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસનું માનવું હતું કે તે રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં ફરાર થઈ ગયો હતો અને ગુનાઓમાં સંડોવાયેલો હતો. આથી તેની સામે રાજસ્થાનના ગંગાનગરમાં હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો.