છેલ્લા 24 કલાકમાં રાજ્યના 201 તાલુકામાં વરસાદ
ધરમપુરમાં સૌથી વધુ 5.25 ઈંચ ખાબક્યો
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ
ગુજરાત પર મેઘરાજા મહેરબાન બન્યા છે. અને છેલ્લા એક અઠવાડીયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો રાજકોટ, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ ,સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહેલા સતત વરસાદથી કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ જવા પામ્યા છે. તો બીજી તરફ અવીરત વરસાદના કારણે દ્વારકા જિલ્લાના માર્ગો બિસ્માર હાલતમાં ફેરવાતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે કોઝ-વે ધોવાઈ ગયાં છે. જેને લઈને ખાખરડા પંથકના રોડ રસ્તાઓ બન્યા ખેડૂતો માટે આફત સમાન બન્યા છે. રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાતા લોકોને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે.
જેમાં સૌથી વધુ ધરમપુરમાં 5.25 ઈંચ, જ્યારે કપરાડામાં 4.5 ઈંચ, ચિખલીમાં 4 ઈંચ, ખેરગામમાં 3.5 ઈંચ, તાલાલમાં 2.5 ઈંચ, સતલાસણામાં 2.5 ઈંચ, વાપીમાં 2.5 ઈંચ, ગણદેવીમાં 2.5 ઈંચ, થાનગઢમાં 2.5 ઈંચ, ઉમરગામમાં 2.5 ઈંચ, વલસાડમાં 2.5 ઈંચ વરસાદ, પારડીમાં 2.5 ઈંચ, વઘઈમાં 2.5 ઈંચ, મોડાસામાં 2.25 ઈંચ, વેરાવળમાં 2 ઈંચ, લખપતમાં 2 ઈંચ, માતરમાં 2 ઈંચ, સાયલામાં 2 ઈંચ, વાંસદામાં 2 ઈંચ, ભુજમાં 2 ઈંચ, વ્યારામાં 2 ઈંચ, વરસાદ નોંધાયો