ચૂંટણી પહેલા રાજકોટમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી ધુણ્યા
રૈયાણી પરિવારે માતાજીનો માંડવો યોજ્યો હતો
આમંત્રણ પત્રિકામાં મંત્રીએ રાખડીબંધ ભૂવા તરીકે નામ લખાવ્યું
ચૂંટણી પહેલા રાજકોટમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી ધુણ્યા. એક કહેવત છે કે ઘરના ભૂવા અને ઘરના ડાકલા, આ કહેવત જેવું જ રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી સાથે થયું છે. રાજકોટ તાલુકામાં રાજ્યમંત્રીનું ગામ ગુંદા છે ત્યાં રૈયાણી પરિવારે માતાજીનો માંડવો યોજ્યો હતો. આમંત્રણ પત્રિકામાં મંત્રીએ રાખડીબંધ ભૂવા તરીકે નામ લખાવ્યું હતું.
ખાસિયત એ છે કે અરવિંદ રૈયાણી વર્ષોથી રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાય છે અને આમંત્રણ પત્રિકામાં પણ મંત્રીને બદલે રાખડીબંધ ભૂવા અરવિંદ રૈયાણી તરીકે લખાયું છે. માંડવો શરૂ થયો એટલે થોડી જ વારમાં મંત્રી રૈયાણીએ ધૂણવાનું ચાલુ કર્યું હતું અને સાંકળ લઈને પોતાના પર કોરડા ફટકાર્યા હતા. શ્રદ્ધા ગણો કે અંધશ્રદ્ધા પણ રૈયાણી વર્ષોથી ભૂવા તરીકે ઓળખાય છે અને માંડવો હોય ત્યારે ધૂણે જ છે.