ભાવનગરમાં શિક્ષણમંત્રીની મોટી જાહેરાત
શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓ માટે કરી જાહેરાત
વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ પોર્ટલ બનાવશે
ડિઝિટલ ઇન્ડિયાનો વ્યાપ વધી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં ડિઝિટાઇઝેશન થઇ રહ્યું છે તેવામાં ગુજરાતનું શિક્ષણ વિભાગ કેમ બાકી રહી જાય. ક્લાસરૂમમાં આધુનિક ટેકનિકથી શિક્ષણ આપવામાં આવી રહ્યુછે ત્યારે હવે વિદ્યાર્થીઓ માટે ખાસ એક ઓનલાઇન પોર્ટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ માટે પોર્ટલ બનાવવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ પોર્ટલ બનાવવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને તમામ વિભાગોની માહિતી મળી રહેશે. સાથે જ વિદ્યાર્થીઓ આંગળીના ટેરવે શિક્ષણ અને રોજગારીની માહિતી મેળવી શકશે. શિક્ષણમંત્રીએ આ જાહેરાત પોતાના ભાવનગર પ્રવાસ દરમિયાન કરી છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની આ જાહેરાત બાદ વિદ્યાર્થીઓને શિક્ષણ-રોજગારીની માહિતી ઓનલાઈન મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. દેખીતું છે કે વિદ્યાર્થી જીવનમાં કોલેજોને લગતી માહિતી, એડમશીન, શિષ્યવૃત્તિ, પ્લેસમેન્ટ, વિવિધ પ્રકારની નોકરીઓ માટે લાયકાત, નિયમો અને ભરતીઓ સહિતની માહિતી મેળવવા માટે અનેક પ્રકારના પ્રશ્નો સતાવતા હોય છે. આશા રાખીએ કે આ પોર્ટલ પર આમાંથી ઘણા પ્રકારના વિદ્યાર્થીઓના સવાલોના જવાબ તેઓને મળી રહેશે. જો કે હજુ સુધી પોર્ટલના લે આઉટ અને ઉપલબ્ધ થનાર સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી નથી.