રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ પડ્યો
સૌથી વધુગીર સોમનાથના કોડીનારમાં 5 ઇંચ વરસાદ પડ્યો
ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લાં એક-બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદે ધડબડાટી બોલાવી હતી. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૂત્રાપાડામાં 6.25 ઇંચ, વેરાવળમાં 5.25 ઇંચ, માંગરોળમાં 4.5 ઇંચ, હળવદમાં 2.25 ઇંચ, ધરમપુરમાં 2.25 ઇંચ, પારડીમાં 2.25 ઇંચ, ભૂજમાં 2.25 ઇંચ અને વલસાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે હાંસોટમાં 2 ઇંચ, માળિયામાં 2 ઈંચ, ચિખલીમાં 2 ઈંચ, વાપીમાં પોણા 2 ઈંચ, કેશોદમાં 1.5 ઈંચ, કલ્યાણપુરમાં 1.5 ઈંચ, ખેરગામમાં 1.5 ઈંચ, ધોલેરામાં 1.5 ઈંચ, વાંસદામાં 1.5 ઈંચ અને મહુવામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જુલાઈ સુધી હજુ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં NDRFની 9 ટીમો તૈનાત કરી દેવાઇ છે. રાજ્યમાં સોમનાથમાં 1, નવસારીમાં 1, બનાસકાંઠામાં 1 ટીમ તૈનાત કરી દેવાઇ છે. તો બીજી બાજુ વલસાડમાં પણ 1 અને સુરતમાં 1 ભાવનગરમાં 1, કચ્છમાં 1 NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. તો રાજકોટમાં 2 NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે પોરબંદરમાં 1 SDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં મોટા ભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 11 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં હજુ પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.