ભારે વરસાદને કારણે રાજકોટ શહેરમાં નદી-નાળા બે કાંઠે વહેતા થયા
લાલપરી તળાવ ઓવરફ્લો-ન્યારી ડેમમાંથી પાણી છોડાયું
ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા રદ્દ
રંગીલા રાજકોટ ઉપર મેઘમહેરને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ સાથે ભારે વરસાદને કારણે લાલપરી તળાવ ઓવરફ્લો થયું હતો. તો વળી ન્યારી ડેમમાં નવા પાણીની આવક થયા બાદ ડેમમાંથી પાણી છોડાયું હતું. ભારે વરસાદને કારણે રાજકોટ શહેરમાં નદી-નાળા બે કાંઠે વહેતા થયા હતા. વિગતો મુજબ આજે સવાર સુધીમાં રાજકોટમાં 6.5 ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું સામે આવ્યું છે. ડેમના દરવાજા ખોલાયા બાદ નજીકના ગામોને એલર્ટ કરાયા અને લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી હતી.
રાજકોટમાં ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઇ છે. તો વળી સામે ન્યારી ડેમમાં નવા પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. વિગતો મુજબ ન્યારી-2 ડેમના 4 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા બાદ ડેમના નિંચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા હતા. જેમાં ગોવિંદપુર,ખામટા,રામપર,વણપરી,તરધડીને અલર્ટ કરાયા બાદ લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના અપાઈ છે. આ સાથે રાજકોટમાં 6.5 ઇંચ જેટલો વરસાદ પડતાં રાજકોટ નજીકની લાલપરી તળાવ ઓવેરફ્લો થયું છે.