ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજકોટ વાસીઓને ઠંડક પહોચડતા મેઘરાજા
શહેરના અનેક વિસ્તારમાં મેઘરાજાના અમી છાટણા
વરસાદ વરસતા નાગરિકોને અસહ્ય બફારાથી ક્ષણિક રાહત થઈ
ઉનાળાની શરૂઆત સાથે જ રાજયમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. સિઝનમાં લોકો ગરમીમાં ખૂબ સેકાયા છે, ત્યારે હવામાના વિભાગ દ્વારા રાજયમાં છૂટા છવાયા વરસદની આગાહી કરવામાં આવી છે.અને લોકોને ગરમીથી રાહત પણ મળશે તેવી આગાહી કરવામાં આવી હતી.
જેના અનુસંધાને ઉનાળાની કાળઝાળ ગરમી મા રાજકોટ વાસી ઓને મેઘરાજા એ ઠંડક પહોંચાડી છે. રાજકોટ ના અનેક વિસ્તારો મા મેઘરાજા રિમઝિમ સ્વરુપે વરસ્યા હતા. અત્યારે મેઘરાજા એ ચોમાસા પુવઁ એ વરસાદ વરસાવી ને તેના આવનારા આગમન ની છડી પોકારી દીધી હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર વરસાદ વરસતા નાગરિકોને અસહ્ય બફારાથી ક્ષણિક રાહત થઈ હતી.