રાજકોટની સ્કૂલોમાં વિધાર્થીઓને માસ્ક ફરજીયાત પહેરવાનો નિર્ણય કરતા જિલ્લા શિક્ષણઅધિકારી
હાલમાં કોરોને ફરી માથું ઉંચકી લીધું હોય તેવું લાગી રહ્યું છે. માંડ કોરોના કાળ માંથી છુટકારો મળ્યો હતો ત્યાં દિવસે ને દિવસે ફરી કોરોના ની સંખ્યામાં બહોળા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.
શાળામાં ઉનાળાના વેકેશન બાદ ફરી સ્કૂલો ખુલી ગઈ છે ત્યારે ફરી એક વખત ચોથી લહેરનો પ્રારંભ થઇ ચુક્યો છે તેવું લાગી રહ્યું છે. છેલ્લા થોડા મહિનામાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કુલમાં બાળકો માટે નિયમો હળવા કરવામાં આવ્યા હતા.પરંતુ કેસમાં ફરી વધારો થતા રાજકોટ જીલ્લા શિક્ષણ અધિકારીએ બાળકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને સ્કુલમાં આવવાનું સુચન કરાયું છે.