દાહોદ જિલ્લાનું ગૌરવ એવી મૈત્રી પઢીયાર જે 4 કરતાં વધારે ગોલ્ડ મેડલ પ્રાપ્તકરી ચૂકી છે
દીકરીઓને પણ રમતોમાં ભાગ લઇ શારીરિક સૌષ્ઠવ જાળવવા માટે જણાવવામાં આવ્યું હતું
અગિયારમા ખેલ મહાકુંભ તીરંદાજી રાજ્યકક્ષા સ્પર્ધા નું આયોજન ગોધરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરવામાં આવ્યું છે
ભારત જેવા દેશમાં ક્રિકેટ જ્યારે રમતોમાં ભગવાન માનવામાં આવે છે અને તેના ચાહકોની સંખ્યા અગણિત છે ત્યારે બીજી અનેક રમતો પણ ભારત દેશમાં પ્રખ્યાત છે તેમાંથી તીરંદાજી એક એવીરમત છે તે જે યુગો યુગોથી આપણા દેશમાં એક પરંપરા ની જેમ ચાલતી આવી છે. ત્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લાનું ગૌરવ એવી મૈત્રી પઢીયાર જે 4 કરતાં વધારે ગોલ્ડ મેડલ પ્રાપ્તકરી ચૂકી છે અને જિલ્લાનું તથા રાજ્યનું નામ રોશન કર્યું છે. ગોધરા ખાતે યોજાયેલી 11 માં ખેલમહાકુંભના archery games ના રાજ્ય કક્ષા ની સ્પર્ધામાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં થીઆર્ચરી ના ખેલાડીઓ સહિત કોચ ગોધરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે વહેલી સવારથી સ્પર્ધાની શરૂઆત થઇ જતા ખેલાડીઓ પોતાની કેટેગરી પ્રમાણે એક પછી એક પોતાના
ટાર્ગેટ સિદ્ધ કરતા હતા.
ત્યારે દાહોદ જિલ્લાની રહેવાસી મૈત્રી પઢીયાર સાથે મુલાકાત થતાં તેણે જણાવ્યું કે archery game એ શારીરિક સક્ષમતા ઓ ની સાથે સાથે એકાગ્રતામાં વધારો કરે છે ત્યારે ભારતમાં અનેક રમતો રમાય છે પણ તેમાં archery એ સૌ કોઈ રમી શકે તેવી રમત છે જે રમતથી વ્યક્તિના જીવનમાં શિસ્ત, સતર્કતા, સક્ષમતા અને એકાગ્રતા જેવાગુણોનું સિંચન થાય છે. તેમજ એક દીકરી થઇને અન્ય દીકરીઓને મૈત્રી દ્વારા જણાવવામાં આવ્યું કે આ રમતમાં સખત મહેનતકરીને પોતાના જિલ્લાનું રાજ્યનું તથા દેશનું નામ રોશન કરશે તેમજ દીકરીઓને પણ રમતોમાં ભાગ લઇ શારીરિક સૌષ્ઠવજાળવવા માટે જણાવવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી તેમજ સીનીયર કોચ પ્રતાપ પસાયા એજણાવ્યું કે અગિયારમા ખેલ મહાકુંભ તીરંદાજી રાજ્યકક્ષા સ્પર્ધા નું આયોજન ગોધરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરવામાં આવ્યું છે ત્યારે પંચમહાલ અને દાહોદ ની આદિવાસી સંસ્કૃતિનો ભાગ ગણાતો તીરંદાજી એ ગોધરા ખાતે આયોજિત થતાં રાજ્યભરમાંથીઅનેક જિલ્લાઓમાં થી ખેલાડીઓ તથા કોચ રમતમાં ભાગ લેવા માટે આવ્યા છે તેમ જ રમતમાં વિજેતા થનાર ખેલાડીઓનેપ્રોત્સાહન આપવા માટે મેડલો સહિત રોકડ ઈનામો પણ આપવામાં આવશે. તીરંદાજી એક પરંપરાગત રમત હોવાથી તમામમહિલા પુરુષ આ રમતમાં ભાગ લઈ શકે છે અને આગળ વધવાના ખંતથી મહેનત કરીને દેશનું નામ પણ રોશન કરે તેવી શુભેચ્છાઓ છે.