દાહોદ જિલ્લાની આંગણવાડીમાં ચાલતી લોલમ લોલ
આંગણવાડીના બાળકોને આપવામાં આવતું દૂધ તળાવમાં ફેંકી દેવાયું
આઇસીડીએસ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા
દાહોદ જિલ્લાની આંગણવાડીઑ વિવાદના વંટોળમાં આવી છે. દાહોદ જિલ્લાની આગણવાડીઓ માં લોલમ લોલ ચાલી રહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. દાહોદ જિલ્લામાં આવેલ ફતેપુરા તાલુકાના પાટી ગામે આગણવાડીના બાળકોને આપવામાં આવતું દૂધ તળાવ માં ફેંકેલું જોવા મળ્યું હતું. કુપોષણ મુક્ત દાહોદ જિલ્લો બનાવવા ના હેતુ થી દૂધ સંજીવની યોજના હેઠળ આગણવાડીઓમાં બાળકો ને દૂધ આપવામાં આવે છે.
જોકે આ યોજનામાં બાળકોને દૂધ નહીં આપીને દુધને તળાવમાં ફેંકી દેવતા દાહોદ જિલ્લા આઇસીડીએસ વિભાગ ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. સરકાર દુધ સંજીવની યોજના હેઠળ કરોડો રુપીયાનો ખર્ચ કરે છે. ત્યારે બીજી તરફ દૂધને તળાવમાં ફેકી દેવામાં આવે છે. આઈસીડીએસ વિભાગની બેદરકારીના કારણે જરુરીયાત મંદ બાળકો સુધી દુધ પહોચતુ નથી. બેદરકાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરાય તે જરુરી લાગી રહ્યું છે, જેને લઈ લોકો સામે અનેક સવાલો ઊભા થયા છે.