ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી
લોકસભા ચૂંટણીમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાત સહિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ સાથે ગુજરાત સહિત 19 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થશે. ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજકોટમાં પરષોત્તમ રૂપાલા અને પોરબંદરના મનસુખ માંડવિયા જેવા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે.
હવે, 25 બેઠકો પર મતદાનની ટકાવારી વિશે માહિતી આપતા, ચૂંટણી પંચે કહ્યું કે બપોરે 1 વાગ્યા સુધી 37.83% મતદાન થયું છે.
તમને જણાવી દઈએ કે આજે ગુજરાતમાં 25 સીટો પર મતદાન થઈ રહ્યું છે. સુરતમાં ભાજપે એક બેઠક કબજે કરી લીધી છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રો નામંજૂર થતાં અને અન્ય ઉમેદવારોના ઉમેદવારીપત્રો પાછા ખેંચાતા ભાજપના મુકેશ દલાલે બિનહરીફ ચૂંટણી જીતી છે. ત્રીજો તબક્કો ગુજરાત માટે ખાસ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા VVIP મતદારો આજે અહીં મતદાન કરશે.