વડાપ્રધાન મોદી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે ગઇકાલે PM મોદીએ ગાંધીનગરના ડિફેન્સ એક્સપો કાર્યક્રમમાં હાજરી આપી હતી. તદુપરાંત રાજકોટ અને જૂનાગઢમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે આજે PM મોદીએ કેવડીયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું છે. આ સિવાય PM મોદી કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં પણ ભાગ લેશે.
જ્યારે તાપીના વ્યારામાં પણ PM મોદી વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ કરશે.
• PM મોદીએ ગ્લાસ્ગો ખાતે LiFEની વિભાવના રજૂ કરાઇ હતી
• વ્યક્તિ,સંસ્થાને LiFE ને એક આંતરરાષ્ટ્રીય જન આંદોલન ગણવા હાંકલ કરી
• LiFEનો હેતુ પૃથ્વી સાથે એકરૂપતા સાધે તેવી જીવનશૈલી જીવવવાનો
• જે આવી જીવનશૈલી જીવે છે તેમને “પ્રો–પ્લાનેટ પીપલ” કહેવાય છે
• મિશન LiFE ભૂતકાળ પાસેથી મેળવે છે, વર્તમાનમાં કાર્યન્વિત થાય છે અને ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે
• રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલો આપણા જીવનમાં વણાયેલા
• ચક્રિય અર્થતંત્ર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આંતરિક ભાગ છે
શું છે મિશન LiFE નો ઉદ્દેશ્ય?
• વર્ષ 2022-23થી 2027-28ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટેનું છે
• વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા એક અબજ ભારતીયો એકત્રિત કરવાનું છે
• અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાનો પણ ઉદ્દેશ્ય
• દેશમાં વર્ષ-2028સુધીમાં ગામડાઓ,શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા 80% પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય
• એક અબજ લોકો રોજિંદા જીવનને પર્યાવરણ અનુરૂપ વર્તન અપનાવે તો કાર્બન ઉત્સર્જનમાં 20 ટકાનો ઘટાડો આવે
પર્યાવરણના સંરક્ષણ-સંવર્ધન માટે ભારતની સિદ્ધિઓ
• વન ક્ષેત્ર અને વન્યજીવોમાં વધારો
• સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતામાં વધારો
• ઇથેનોલ સંમિશ્રણ લક્ષ્ય
• પુન:પ્રાપ્ય ઉર્જાનો લક્ષ્યાંક