ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાની વિદાય થઇ ગઇ હોવા છતાં પણ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. પાછલા વરસાદે ખેડૂતોનો તૈયાર થયેલ પાક પર પાણી ફેરવી દીધું છે. હાલમાં ખેડૂતોએ ચોમાસું ખેતી કરી હતી. કેટલાક પાકો ખેતરમાં તૈયાર પણ થઇ ગયા હતા. અચાનક પાછલો વરસાદ પડવાને કારણે પાકને મોટાપાયે નુક્શાન થયું. હાલમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, મોરબી, જુનાગઢ,અમરેલી, જિલ્લામાં સૌથી વધુ ખેતીના પાકને નુક્શાન થયુ છે. આ વિસ્તારોમાં સૌથી વધુ કપાસ,મગફળી, લીલા ઘાસચારા સહિત અન્ય પાકોનું વાવેતર થયુ હતુ. નવરાત્રી પછી પડેલા વરસાદે ઘણા પાકોને નુક્શાન પહોચાડ્યુ છે. આ નુક્શાનને લઇ ખેડૂતોએ સરકાર પાસે પાક નુક્શાન સામે સહાય કરવા માંગ કરી છે.
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ડાંગર, કપાસ, બાજરી, કઠોળની સૌથી વધુ ખેતી કરવામાં આવી હતી. તેમાંય પણ મોટા પાયે નુક્શાન થયુ છે. પાછળથી જે વરસાદ પડ્યો તેનાથી ખેતીને પાકને સૌથી વધુ નુક્શાન પહોચાડ્યુ છે. મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હજુ પણ ખેડૂતો વાવેતર પણ નથી કરી શક્યા. આ વખતે સતત વરસી રહેલા વરસાદે ખેતીની અનિયમિતા સર્જી દીધી છે. હવે ખેડૂતો રવિપાક આશા રાખી રહ્યા છે.
સતાવાર રીતે નવરાત્રી આવે ત્યાર પછી ચોમાસુ વિદાય લઇ લીધુ તેમ ગણવામાં આવે છે. પરંતુ એક પછી એક વરસાદી સિસ્ટમ સર્જાવાને કારણે રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સૌથી વધુ ખેતીના પાકોને મોટાપાયે નુક્શાન થવાની ભીતિ દેખાઇ રહી છે. આ નુક્શાનની અસર માર્કેટ પર પડવાની પૂરેપૂરી સંભાવના છે.