મુન્દ્રા પોર્ટ પરથી એકવાર ફરી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો
કન્ટેનરની તપાસમાં DRIને મળી આવ્યું 52 કિલો કોકેઈન
કોકેઈનના સેમ્પલ પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા
ક્ચ્છના મુન્દ્રા પોર્ટ પરથી એકવાર ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. DRI વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DRI ટીમને કન્ટેનરની તપાસમાં 52 કિલો કોકેઈન મળી આવ્યું. જણાવી દઇએ કે, આ કન્ટેનર દુબઈથી મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું. કોકેઈનના સેમ્પલને પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. આ FSL રિપોર્ટ બાદ જ આ મામલે વધુ વિગતો જાહેર થશે. હાલ આ સમગ્ર મામલે DRIએ વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કચ્છ દરિયાના કિનારેથી ચરસ પેકેટ મળી આવ્યા હતાં. ગઇ કાલે એકવાર ફરી જખૌ બંદરેથી ચરસના પેકેટ મળી આવ્યા હતાં. જખૌના બંદર પાસેથી BSFને ચરસના પેકેટ મળી આવ્યા હતાં. BSF ની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન પેકેટ કબ્જે કર્યા હતાં. છેલ્લાં બે વર્ષમાં BSFની પેટ્રોલિંગ ટીમે 1500થી વધુ પેકેટ ઝડપ્યાં છે.