મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સ્વાગત ઓનલાઇન કોન્ફરન્સ અંતર્ગત જન ફરિયાદો સાંભળી. કોન્ફરન્સ બાદ રાજ્યનાં તમામ જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારીઓને તાકીદે જન સમસ્યાનો ઉકેલ લાવવા આદેશ આપ્યો. મુખ્યમંત્રીએ એ કહ્યું કે જમીન ખરાઇ અંગેનું પ્રમાણપત્ર મેળવવા, જાહેર રસ્તા પર થયેલા દબાણ હટાવવા,સહીતનાં પ્રશ્નોનું નિરાકરણ સ્થાનિક વહીવટી તંત્ર જ લાવી દે તો ખેડૂતોને ગાંધીનગરનાં ધકકા ખાવાની જરૂરિયાત રહેશે નહીં. રાજ્ય સ્વાગત કોન્ફરન્સમાં મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ, પંકજ જોષી, એમ.કે. દાસ, સચિવ અવંતિકા સિંઘ સહીત મુખ્યમંત્રી કાર્યલયનાં વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓને નાગરિકોની રજૂઆતોનું નિરાકરણ તાલુકા-જિલ્લા સ્તરે ઉકેલ લાવી સુનિશ્ચિત કરવા આદેશો કર્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જમીન અંગેનું ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા, જાહેર રસ્તા પર થયેલ દબાણ હટાવવા જેવા પ્રશ્નોનું નિરાકરણ જિલ્લા સ્વાગતમાં સ્થાનિક વહીવટી તંત્ર જ લાવી દે તો સામાન્ય માનવી, ગ્રામીણ ખેડૂતોને ગાંધીનગર રાજ્ય સ્વાગતમાં આવવાની જરૂરિયાત જ ન ઉભી થાય.રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ, મહેસુલ, માર્ગ-મકાન, નર્મદા અસરગ્રસ્તોની જમીન સંપાદન વળતર, ગેરકાયદે બાંધકામ દૂર કરવા જેવા વિષયોને સ્પર્શતા પ્રશ્નો રજૂ થયા હતા. આ તમામ બાબતે કડકપણે જિલ્લા વહીવટી તંત્રોને તાકીદ કર્યા હતા.
દર મહિનાના ચોથા ગુરુવારે નિયમિતપણે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણની આજની કડીમાં ૧૨ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. ઓક્ટોબર મહિના દરમિયાન રાજ્યના જિલ્લા- તાલુકાના ગ્રામ સ્વાગતમાં કુલ-2732 રજૂઆતોમાંથી 54.76 ટકા પ્રશ્નોનું નિરાકરણ આવ્યુ હતુ. આ રાજ્ય સ્વાગતમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, શ્રી એમ. કે. દાસ, સચિવશ્રી અવંતિકા સિંઘ તથા મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.