દિવાળીના તહેવારને અનુલક્ષીને દ્વારકાના જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફારો કરવામાં આવ્યા છે. દ્વારકાધીશ મંદિરમાં 30મી ઑક્ટોબરથી ત્રીજી નવેમ્બર સુધી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
દ્વારકા મંદિર દર્શનનો સમય
બુધવારે (30મી ઑક્ટોબર) ધનતેરસના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે.બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. ગુરૂવારે (31મી ઑક્ટેબર) રૂપ ચૌદસ અને દિવાળીના દિવસે સવારે 5:30 વાગ્યે મંગળા આરતી થશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00 ખુલશે. હાટડી દર્શન સાંજે 08:00 વાગ્યે થશે. 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
શુક્રવાર (પહેલી નવેમ્બર) અન્નકુટ ઉત્સવના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે.બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. અન્નકુટ દર્શન 5:00થી 07:00 વાગ્યા સુધી થશે. રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.
શનિવાર (બીજી નવેમ્બર) નૂતન વર્ષના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે.બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી થશે.
રવિવાર (ત્રીજી નવેમ્બર) ભાઈ બીજ ઉત્સવના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી કરી શકાશે.