Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડે તેવી સંભાવના છે. જો કે કાળઝાળ ગરમી વચ્ચે થોડી રાહતના સમાચાર પણ છે. આજથી 14 મે સુધી પ્રિ – મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામવાની સંભાવના છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
કયા વિસ્તારમાં પડશે વરસાદ ?
વડોદરા, ભરુચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠામાં ગાજવીજ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહે તેવી સંભાવના છે. અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવ્યુ છે. બીજી તરફ 15 મે બાદ આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. 15 મેના રોજ 40 ડિગ્રી ઉપર તાપમાન રહે તેવી સંભાવના છે.
રાજ્યમાં ગરમીનું પ્રમાણ કેટલુ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, રાજકોટ, બોટાદ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરુચ, છોટાઉદેપુર, ગાંધીનગર, જુનાગઢ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ખેડા, મોરબી, નર્મદા, પાટણ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.