આયેશા આપઘાત કેસનો મામલો.
અમદાવાદના આયેશા આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો
સેસન્સ કોર્ટે આરોપી પતિને 10 વર્ષ સજા ફટકારી.
અમદાવાદના બહુચર્ચિત આયેશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે આયેશાના પતિને 10 વર્ષની સજા ફટકારી છે.અમદાવાદમાં માતાપિતા સાથે રહેતી આયેશા નામની પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલા આયેશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો.આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે.પતિની આવી માંગણી બાદ આયેશાએ આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી પણ દીધો હતો. વીડિયો મોકલ્યા બાદ આયેશાઆએ સાબરમતીમાં કૂદીને આપઘા કરી લીધો હતો.
આપઘાત પહેલા આયેશાએ તેના માતાપિતા અને પતિ આરીફ સાથે લાંબી વાતચીત કરી હતી. આયેશાના આપઘાત બાદ તેનો પતિ ફરાર થઈ ગયો હતો. જોકે બાદમાં રાજસ્થાનના પાલીથી રિવરફ્રન્ટ પોલીસની ટીમે તેની ધરપકડ કરી છે.આ ઉપરાંત આરીફ અને તેના માતાપિતા સામે ઘરેલું હિંસાનો કેસ પણ ચાલી રહ્યો છે.અમદાવાદની આયેશા નામની યુવતીએ આત્મહત્યા કરતા પહેલા બનાવેલો એક વીડિયો રાષ્ટ્રીય સ્તરે વાયરલ થયો હતો. જો કે યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પતિ પર સમગ્ર દેશમાંથી ફિટકાર વરસાવવા લાગ્યો હતો. મામલો એટલો હાઇપ્રોફાઇલ બન્યો હતો કે, પોલીસ પર તેના પતિને ઝડપી લેવા માટે ખુબ જ દબાણ થયું હતું. આખરે પોલીસે તેના પતિને ઝડપી લીધો હતો.
આયેશાની ચિઠ્ઠી મળી હતી.જે આઇશાએ મરતા પહેલા તેના પતિ આરીફને લખી હતી. આ ચિઠ્ઠીમાં આઈશાએ પોતાની આપવિતિ લખી હતી. આઇશાએ આ પત્રમાં તેનો પતિ તેના પર ખોટા આરોપ લગાવતો હોવાની વાત કરી છે. તેમજ તેના પેટમાં આરીફનું બાળક હોવાનું પણ લખ્યું હતું. આ ઉપરાંત આઇશાએ લખ્યું હતું કે આરીફ તુમ્હારા પુરા હક હૈ મુજે પરેશાન કરને કા પર મે ગલત નહીં હું.‘તુમ હંમેશા અપને મેં હી બીઝી રહેતે થે. મેરી હર બાત તુમ્હે અજીબ લગતી થી, વેસ્ટ લગતી થી. આઇ નો આયુ ઇરિટેટ વીથ મી બિકોઝ તુમ્હારે દિમાગ મેં કુછ ઓર હી ચલ રહા થા. આરું નારાજ હું તુમસે બહોત નારાજ હું. ધોખા દીયા તુમને મુજે. સબ કુછ હોને કે બાદ ફી મે ફીર ભી પ્યાર કરતી હું