જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને 3 મહિનાની સજા
મહેસાણામાં મંજૂરી વગર રેલી યોજી હતી
વર્ષ 2017માં રેલી યોજવા મામલે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી
મહેસાણા શહેરમાં વર્ષ 2017માં પરમિશન વગર આઝાદીની કૂચની રેલી યોજનારા ધારાસભ્ય
જિજ્ઞેશ મેવાણી અને NCPનાં નેતા રેશમા પટેલ સહિત 10 આરોપીને કોર્ટે 3 મહિના કેદની સજાનો હુકમ કર્યો છે. મહેસાણા શહેરમાં આવેલા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકની હદમાં જિજ્ઞેશ મેવાણી, રેશમાં પટેલ સહિત કેટલાક લોકોએ 2017માં આઝાદીની કૂચની રેલી પરમિશન વિના યોજી હતી. એ મામલે જે-તે સમયે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં 17 સામે ફરિયાદ દાખલ થઈ હતી. એ કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ થઈ હતી. સમગ્ર કેસમાં કુલ 17 આરોપી હતા, જેમાં 12 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ થઈ હતી તેમજ 5ના વિરુદ્ધ પેન્ડિંગ રાખવામાં આવી હતી. એમાં 12 આરોપીમાંથી કનૈયા કુમારની ચાર્જશીટમાં તેઓ હજાર ન થતાં તેમની ટ્રાયલ માટે અલગ કેસ કર્યો હતો.
12 આરોપીમાંથી એક આરોપી ગુજરી ગયા બાદ હાલમાં 10 આરોપીને સજા ફટકારવામાં આવી છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની PM મોદી પર ટિપ્પણીના કેસમાં આસામ પોલીસે પાલનપુરથી ધરપકડ કરી હતી. જે કેસમાં કોકરાઝાર કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જે બાદ પોલીસે તાત્કાલિક મેવાણીની અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન કોરકાઝારથી જિજ્ઞેશ મેવાણીને બારપેટા લઈ જવાયા હતા. આ દરમિયાન તેમના વિરૂદ્ધ મહિલા પોલીસ કર્મચારી સાથે ગેરવતર્ણૂંક અને ગાળો આપવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. જે કેસમાં પણ મેવાણીને જામીન આપવામાં આવ્યા હતા.