વિધાનસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખી ભાજપ દ્વારા આજથી ગુજરાતમાં ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રા દ્વારકાથી શરૂ થઇ છે જે સાંજે ખંભાળિયા ખાતે પૂર્ણ થશે.જ્યાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગૌરવ યાત્રાને પગલે ભાજપના મોટા ગજાના અનેક નેતાઑ દ્વારકા પહોંચ્યા હતા અને આગેવાનોએ યાત્રા પહેલા જગતગુરૂ શંકરાચાર્યના આશિર્વાદ લીધા હતા.
આ વેળાએ સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું નિવેદન સામે આવ્યું છે. તેઑએ માંસ અને દારૂ તથા દ્વારકામાં ગેરકાયદે દબાણો અંગે નિવેદન આપી જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ સમગ્ર બેટ-દ્વારકામાં માંસ અને દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધીત હોવો જોઈએ. એક પણ સ્થળે માંસ કે મટનની દુકાન ન હોવી જોઈએ. જેમ સોમનાથ અને અંબાજીની વિકાસ થયો છે. તેમ દ્વારકાનો પણ વિકાસ થવો જોઈએ. વધુમાં દ્વારકામાં તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામનો કડૂસ્લો બોલાવી જગ્યા ખાલી કરવામાં આવી છે. જે આવકારદાયક હોવાનું અંતમાં જગતગુરૂ શંકરાચાર્યએ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બેટ દ્વારકામાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ 5 કરોડથી વધુ કિંમતની જમીન પરનું દબાણ દૂર કરાયું છે. જયા 30 જેટલાં ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફરી ચૂક્યું છે. મેગા ડિમોલિશનમાં ગોડાઉન અને ગેરકાયદેસર મકાનો તોડી પડાયા હતા. ત્યારે જામનગરની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મેગા ડિમોલિશનની કામગીરીને મુક્તમને બિરદાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે મક્કમ મનનો માનવી લીડરશીપ લેતો હોય છે ત્યારે બધ જ વિરોધ વગર સહકાર આપતા હોય છે. જે આ મેગા ડિમોલિશનએ મક્કમ નિર્ણયનું ઉદાહરણ છે. વધુમા ડિમોલિશન મામલે સંતોના નિવેદન સાંભળીને રાજીપો થયો હોવાનું પણ વડાપ્રધાને ઉમેર્યું હતું.