• અમદાવાદમાં AGL કંપનીમાં 40 જગ્યાએ IT વિભાગનું સર્ચ
• સતત બીજા દિવસે IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત
• IT ની રેડમાં અત્યાર સુધી 10 કરોડ કેશ અને 12 લોકરો મળી આવ્યા
અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ IT વિભાગે ગઇ કાલે AGL Tiles કંપની સહિત એકસાથે 35થી 40 જગ્યાએ દરોડા પાડ્યા હતાં. ત્યારે આજે પણ AGL કંપનીમાં 40 જગ્યાએ IT વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત ધોરણે શરૂ છે. ફાઈન્સર સંકેત સાહ, રુચિત શાહ અને દિપક શાહને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સેજલ શાહને ત્યાં પણ IT દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. નારાયણ નગર પાલડી ખાતેની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.
બીજી બાજુ પરિવાર સભ્ય કમલેશ પટેલ, મુકેશ, ભાવેશ અને સુરેશ પટેલને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી. કંપનીની અમદાવાદ, મોરબી, હિંમતનગર અને સુરત ઓફિસ પર પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અદાણી શાંતિગ્રામ ખાતે AGL માલિકના રહેઠાણ પર પણ તપાસ હાથ ધરવામાં આવી. અમદાવાદની 30 જગ્યાએ સર્ચ ઓપરેશન સતત બીજા દિવસે ચાલુ છે. IT ની રેડમાં ITને અત્યાર સુધી 10 કરોડ કેશ અને 12 લોકરો મળી આવ્યા છે. 200 ઇન્કમટેક્સના અધિકારીઓ રેડમાં લાગેલા છે.
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે અમદાવાદમાં રહેતા તમામ ભાગીદારોને ત્યાં IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યાં તપાસ હાથ ધરાઇ હતી. છેક ગુજરાત બહાર પણ ITની તપાસ લંબાવાઇ હતી. મોરબીમાં રહેલા જોઇન્ટ વેન્ચરને ત્યાં પણ IT વિભાગે તપાસ હાથ ધરી હતી. IT વિભાગે પોલીસના મોટા કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસમાં ITના 200 અધિકારીઓ જોડાયા હતાં.