હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં વરસાદનું જોર ઘટશે
દરિયાકાંઠે એક નંબર સિગ્નલ, માછીમારોએ 48 કલાકમાં દરિયો ન ખેડવા સૂચના
24 કલાકમાં સૌરાષ્ટ્રમાં અને વલસાડમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. એક સિસ્ટમ સક્રિય હતી તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ છે. જોકે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, આ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહી જોવા મળે. આ સાથે 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ 48 કલાક માટે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ તરફ દરિયાકાંઠે એક નંબર સિગ્નલ લગાવાયું છે. આ સાથે પોરબંદર, જૂનાગઢ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈ તંત્ર પણ સજ્જ બની ગયું છે. આ તરફ દરિયાકાંઠે એક નંબર સિગ્નલ લગાવાયું છે અને 48 કલાક માટે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. આજે પોરબંદર, જૂનાગઢ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
હવામન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું હતું કે, એક સિસ્ટમ સક્રિય હતી તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ છે. જોકે આ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહી જોવા મળે. આ તરફ આગામી 48 કલાક માટે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે.
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.