વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટીમાં આયોજિત સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે આ કોન્કલેવ ત્યારે 28 રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ સહિત 8 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો ઉપરાંત 250થી વધુ ડેલિગેટ્સ આ કોન્ક્લેવમાં જોડાયાં હતા. આવતીકાલે એટલે કે 11 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કોન્ક્લેવના સમાપન સમારોહમાં હાજરી આપશે.
તેમણે આ પ્રસંગે કહ્યુ હતુ કે, 21મી સદીના ભારત માટે આ કોન્કલેવ ક્રાંતિ લાવશે. ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ જઈ રહ્યું છે. સાયન્સ સિટીને નવી દિશા મળશે. ભારત ગ્લોબલ ઇન્ડેક્સમાં હાલ 46મા ક્રમે છે. આપણે 81થી 46 નંબર પર આવ્યાં છીએ. ભારતમાં કોરોના મહામારી દરમિયાન વેક્સિનના કુલ 200 કરોડ ડોઝ લાગ્યાં. ભારતના વૈજ્ઞાનિકો કમાલ કરી રહ્યા છે. વિદ્યાર્થીને માતૃભાષામાં વિજ્ઞાનની સમજણ આપવી જોઈએ. ભારતમાં રિસર્ચ માટે નવા નવા સેક્ટર ખોલી રહ્યું છે. ભારતમાં સ્ટાર્ટઅપની લહેર વિકાસ જણાવે છે.’
આ કોન્ક્લેવમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન સત્ર, લિડરશિપ સત્ર અને 9 પ્લેનેરી સત્રો યોજાશે. આ ઉપરાંત કોન્ક્લેવમાં તમામ 28 રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ, 8 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો હાજરી આપશે. એટલું જ નહીં, 250થી વધુ ડેલીગેટ્સ આ કોન્ક્લેવમાં જોડાશે. આ તમામ કાર્યક્રમ સાયન્સ સિટી, વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. કોન્ક્લેવના સત્રોમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર, નીતિ આયોગ સચિવ, ડીએસટી સચિવશ્રી, ટોચના વૈજ્ઞાનિક, વરિષ્ઠ સ્તરના શિક્ષણવિદો અને નીતિ નિર્માતાઓ પણ જોડાશે અને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડશે.
ટેક્નોલોજીના યુગમાં દેશના યુવાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં જરૂરી પ્લેટફોર્મ પૂરૂં પાડવા ઉપરાંત દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રનાં પડકારો-રાજ્યોની જરૂરિયાતો અને રાજ્યોમાં STI (સાયન્સ ટેક્નોલિજી એન્ડ ઇનોવેશન) માટેના વિઝનને પહોંચી વળવાના ખાસ ઉદ્દેશ્ય સાથે આ બે દિવસીય ‘સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ક્લેવ અંતર્ગત ‘અનુસંધાન સે સમાધાન’ની ટેગ લાઇન સાથે વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત નવી ટેક્નોલોજી અને ‘જીવનની સરળતા’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.