- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1259 કેસ નોંધાયા
- રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત!!
- એક જ દિવસમાં કોરોનાને કારણે 3ના મોત નિપજ્યાં
રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1259 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હવે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે. કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે ત્રણ મોત પણ થયા છે. રાજ્યમાં આજે અમદાવાદમાં 631, સુરત શહેરમાં 213, વડોદરા શહેરમાં 58, વલસાડમાં 40, રાજકોટ શહેરમાં 37, આણંદમાં 29, ખેડામાં 24, રાજકોટ જિલ્લામાં 24, ગાંધીનગર શહેરમાં 18, ભાવનગર શહેરમાં 17, ભરૂચ, નવસારીમાં 16-16, અમદાવાદ જિલ્લામાં 13 કેસ, મહેસાણા, સુરત જિલ્લો અને મોરબીમાં 12-12 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત કચ્છમાં 11, ગાંધીનગર જિલ્લામાં 10, જામનગર શહેરમાં 8, વડોદરામાં 7, મહીસાગરમાં 6, વડોદરામાં 7, મહીસાગરમાં 6, ગીરસોમનાથમાં 5, સાબરકાંઠામાં 4, અમરેલી, સુરેન્દ્રનગર, તાપીમાં 3-3, દેવભૂમિ દ્વારકામાં 2, અરવલ્લી,બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, જૂનાગઢ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે ઓમીક્રોન વેરિયન્ટના 16 નવા કેસ નોંધાયા છે જે પૈકી અમદાવાદમાં 7, વડોદરામાં 2 , કચ્છ, ખેડા, જામગગર શહેર, જામગનર જિલ્લો, સુરત શહેર, આણંદમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 5858 પર પહોંચી ગયો છે જ્યારે વેન્ટિલેટર પર દર્દીની સંખ્યા 16 છે. રાજ્યમાં કુલ 5842 દર્દી સ્ટેબલ છે જ્યારે 8,19,047 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોવિડનો કુલ મૃત્યુઆંક 10123 થયો છે. આ સાથે રાજ્યમાં આજે કુલ 7.46 લાખ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ઉંમર15-18 વર્ષના તરૂણોના વેક્સિનેશનમાં પહેલાં દિવસે કુલ 4,94,317 વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.